કેટલું અંતર છે
કેટલું અંતર છે
કેટલું અંતર છે તારા અને મારા પ્રેમમાં....
હું લાગણી જીવી રહી છું,
તારી પાસે એ જ લાગણીઓની અપેક્ષાના વહેમમાં,
અને તું....
લાગણીહીન પોતાને દર્શાવે છે,
મારા સ્વપ્નના જહાનમાં,
કેટલું અંતર છે તારા અને મારા પ્રેમમાં....
તારી મલકાતી છબીમાં હું ભૂલી બેસતી,
ઠેકાણા મારા સાનના,
અને તું....
ભૂલે આજે મારા અસ્તિત્વ સમાં
રસ્તા સર્વે એંધાણના,
કેટલું અંતર છે તારા અને મારા પ્રેમમાં....
તારી આંખોમાં જો અશ્રુ વહેતું
તો દ્રવી ઊઠતું મારુ હૃદય વિહાનમાં,
અને તું....
આજે જોવા પણ ના માંગે અશ્રુ તિર વહેતા
મારા નયનના બાણમાં,
કેટલું અંતર છે તારા અને મારા પ્રેમમાં....
તારા માટે હું સોમાં એક ઊડતું પંખીડું અવકાશમાં,
મારા માટે તું....
મારુ એક પારેવડું જે દેતું મને હામ ઉડાનમાં,
કેટલું અંતર છે તારા અને મારા પ્રેમમાં....
તારા માટે હું દૂર વસતી પરકાયા આ જહાનમાં,
મારા માટે તું....
સાથે ચાલતો પડછાયો અંધકારમાં,
કેટલું અંતર છે તારા અને મારા પ્રેમમાં.