આપણી ગૌ માતા
આપણી ગૌ માતા
ગાયને અપાવવા જસ્ટિસ
કાનૂન ને કોર્ટ હવે પળે છે શોર્ટ
પ્રશાસનની દાંનતમાં લાગે છે ખોટ
હ્યુમનના હાર્ટમાં દયાનો ક્યારે થશે વિસ્ફોટ
ઉડયો છે ફ્યૂજ કે થયો છે ફોલ્ટ
કાનૂન ને કોર્ટ હવે પળે છે શોર્ટ
વાગોળે છે ગાયોનો મહીમાં પળાવવા વોટ
શું બધાને દીધો છે મેંટલ હોસ્પિટલમાં શોટ
જ્ઞાની વિજ્ઞાની ગાયને ગણે છે શ્રેષ્ઠ
છતાં ગાય ડજબીન માંથી ખાય છે વેસ્ટ
ખાટકીઓ ગાયને થયા છે સહજ ચીરા ચીર
પાર્લામેન્ટમાં પક્ષ વિપક્ષ ખાય છે ખીર
કાનૂનને ઘડનારાઓ કેમ નથી કોઈ ફિયર
કયારેક તો ગૌ વેદના અનુભવો માય ડિયર
ગૌ રક્ષાનું કડક રજૂ કરો બિલ
ખબર તો પડે કોનાં છે સાફ દિલ
ગાયને અપાવવા જસ્ટિસ
કાનૂન ને કોર્ટ હવે પળે છે શોર્ટ
