એક ઘટના બની ગઈ
એક ઘટના બની ગઈ
એક અકસ્માત બન્યો એવો કે એ મરી ગઈ !
એક બનાવ બન્યો એવો કે ઉદાસી છવાઈ ગઈ,
કાલ કોણે જોઈ એ તો સૌ કોઈ કહેતું હતું.
પણ મારી આજને જ એ મારી ગઈ,
ખોટો દેખાવ ખૂબ કર્યો દરેક પરિસ્થિતિમાં,
પણ આખરે તો એ સાથ છોડી ગઈ,
ના મારાથી અલગ હતી એ ના મારાથી દૂર હતી,
બની ઘટના એવી મારા હાસ્યનું જ માતમ બની ગઈ.

