પ્રતિક્ષા
પ્રતિક્ષા
પ્રતિક્ષા કરી તારી હંમેશા ક્યારેક તો થઈશ મારી
એક એક દિવસ વિતાવ્યો હૈયે રાખી હામ મારી,
એક એક ક્ષણ કિંમતી તારી પાછળ મે હારી મારી
ન જોયા રાત કે દિવસ મે તારી પાછળ મે મારા,
રાહ જોવામાં ક્યાંક બન્યો મોર કે ચાતક હું તારો
ન આવ્યો વરસાદ મારો કે ન આવી ચાહત મારી,
તારી પાછળ છૂટયા આંસુ મોતીની સમાન મારા
ક્યાંક તો મળવા આવ તું મને ભૂલી દુનિયા તારી,
પ્રતિક્ષા યાદીની મારી કવિતા તે જાણી ક્યારે ?
પ્રેમ સંયોગ બને એવી યાદી આપી ક્યારે ?
