રિસાઈ ભરી
રિસાઈ ભરી
રિસાઈ ભરી આંખડી, યાદો રહી વાલમની,
જીવનની રાહમાં આવી ઘણી બધી આંધી,
પલકે પલકે વાટ જોવાતી હૈયાના હેતથી,
કાળજે કોરાણા વાલમ પ્રીતના ગાંઠથી,
રડી પડી હું વેગળો ઘણો દૂર છે વાગડદેશ,
અજવાળાં પરથરાશે ક્યારે આવશે વાલમજી,
રૂખી રૂખી લાગે જિંદગી સોહામણી લાગે પ્રીતડી,
કોડ હતા હૈયે ઓરતાના સ્મરણે ગુંજે છે નાદથી,
રડી પડી આંખડી ભીંજાય મારી વાલમના નામની ચૂંદડી.

