શહીદી
શહીદી
અધૂરા ઓરતા ને અધૂરા શમણાઓ,
વાર, તહેવાર, પરિવાર, નાતને,
છોડ્યા મા ભારતીના કાજે.
વસંતની મોસમ ને ફાગણની ફોરમ.
કેસુડો ત્યાં હતો ખુબ ફૂલ્યો ફાલવાનો
રૂડી રંગતમા પાનખર ડોકાયો ને
ફૂટેલી કુંપળો રક્તરંજીત બની આજને
મા ભારતીના સરતાજના તારલાઓમાંથી.
સોનેરી ચાંદલા ખોવાયા આજે.
ધન્ય એ શહીદોની શહાદતને.
જન જન પૂજે આ અમર બલિદાનોને.
