STORYMIRROR

sondarva minaxi

Others

4  

sondarva minaxi

Others

જીવન

જીવન

1 min
51

જીવન એ જીવોનું વન છે,

ફૂલોની સાથે થોડાં કંટક છે,


ક્યાંક હાસ્ય નો રણકાર છે,

તો ક્યાંક સંબંધોનો શણગાર છે,


ક્યાંક આંસુ ભરેલી આંખ છે,

ક્યાંક ઊડવા માટેની પાંખ છે,


ક્યાંક સ્નેહનો સમંદર છે,

તો ક્યાંક તરસ્યું એ મન છે,


પણ જ્યાં સંતોષનો ગુણ છે,

જીવનમાં ત્યાં જ વસંત છે.


Rate this content
Log in