એમ પણ બને
એમ પણ બને

1 min

83
તું ફેંક પાસા ને, હું સંબંધો હારૂ.
જશ્ન હોય તારા વિજયનો,
ચર્ચા અમારી છવાય
એમ પણ બને...
દેખાય જો આકાશે સપ્તરંગી ધનુષ્ય,
ન સમજવું મહેફિલ ત્યાં પણ જામી હશે.
દુષ્ટ દુર્યોધનના હાથે લહેરાવેલ,
દ્રોપદીના ચીરનો પાલવ હોય
એમ પણ બને.