શિક્ષકનો સરવાળો
શિક્ષકનો સરવાળો
રજાઓ દિવાળી તણી મોજ ભરીને માણી,
આજ શાળાએ જવું મારે ઘડવા નવી કહાની,
ગાવું એકાદ હાલરડું જીીજા બાઈના સાદે,
સો માથી એક શિવાજી જરુર પાકે.
ગાંધી તારી ગાૈરવ ગાથા ગજવામાં ગુંજવું,
સત્ય, અહિંસા, શિષ્ટાચાર પળવાર શીખવું,
પછી પૂછું કહો જોઈએ કેવી કરી ઉજાણી,
કોણે માણી મોજ મેળાની, કોણે મહેમાનગતિ.
કોણે બનાવી માટીની ઓડી, કોણે મટકી ફોડી.
ઉરે રાખી ઓરતા, ગયો હું શાળાએ દોડતા,
આછી નાખી નજર કેટકેટલા થયા હાજર,
આટલો હક ભોગવી હું ઓનલાઇન માં અટવાનો.
કોણે કઢાવ્યું આધાર કાર્ડ ને કોણ છે હજુ બાકી,
કોણ ખેલશે મહાકુંભ ને કોની વિગત સાચી,
કોની એન્ટ્રી યુઆઈડીમાં કોના ખાતા બાકી,
શનિવારે સામયિક ને પત્રકોની પળોજણ.
કઠપૂતળીની જેમ નાચ્યો એની આંગળીના ઇશારે,
હિસાબ માંડ્યો વર્ષાંતે શું શીખવ્યું ને શેમાં થયો લોચો ?
મૂલ્યોની બાદબાકીનો હિસાબ થયો મોટો,
અને સરવાળે માસ્તર કામનો ખોટો.