અંત પછીની સફર
અંત પછીની સફર
અંત પછીનાં જીવનની સફર...
પહેલો અંત ત્યારે થાય, જ્યારે ધાવણથી દાળનું પાણી શરુ થાય...
બીજો અંત ત્યારે થાય, જ્યારે માનાં ખોળાથી પિતાની આંગળી પકડાય....
ત્રીજો અંત ત્યારે થાય, જ્યારે ભૂ ને પાણી કહી મંગાય....
ચોથો અંત ત્યારે થાય, જ્યારે આપણને ભણાવે મા બાપ, ને એ જ્ઞાનનો ઉપયોગ એમને જ ચૂપ કરાવામાં થાય....
પાંચમો અંત ત્યારે થાય, જ્યારે જીવનસાથી સાથે જોડાય....
છઠ્ઠો અંત ત્યારે થાય, જ્યારે મા બાપ ને જીવનસાથીના પ્રેમની તુલના થાય....
સાતમો અંત ત્યારે થાય, જ્યારે આ તુલના ઘરડાઘર સુધી જાય...
આઠમો અંત ત્યારે થાય, જ્યારે મા બાપની જગ્યાએ ખુદને મૂકાય....
નવમો અંત ત્યારે થાય, જ્યારે વીતેલા સમયનું પુનરાવર્તન થાય...
દસમો અંત ત્યારે થાય, જ્યારે પળ વીતી જાય...
આવો અંત આવતો જાય ને જિંદગીની સફર પતી જાય.
