STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Tragedy

3  

Ramesh Patel (Aakashdeep)

Tragedy

ને વાત ગઈ રે વંઠી

ને વાત ગઈ રે વંઠી

1 min
256

મૌસમ મસ્ત જ રૂડી રંગીલી

ને ગરજી થઈ અજંપી

આ શીતલ પવન થયા વંટોળ

ને વાત ગઈ રે વંઠી,


મેઘો ઝરમર ખાંડીધારનો

ફાટી સરિતા રણચંડી

દે આફત તેડાં ગાજીવાજી

ને વાત ગઈ રે વંઠી,


વૃક્ષો ઉખડે ભૂસ્ખલન ભરખે

ચોપાસ તબાહી ઝંડી

કોઈ વદતું પાપ વધ્યું છે

ને વાત ગઈ રે વંઠી,


કાળા તોફાનો કળિકાળના

દે પાટુ કુદરત સંધી

ક્યાં છૂપાઈ કરુણા ! ખમૈયા

વાત પાડોને ઠંડી,


હત્યા વિધ્વંસી ખેલ તમારા

ભૂલ્યો કરૂણા દાગી ડંખી

તારા પડછાયા તારી પાછળ

ખોળે તબાહી મંડી,


વંઠી વિશ્વે દીધી જ અશાંતિ

કીધી માનવતાને બંદી

સૂણો વાણી આકાશી દૈવી

તવ થકી જ વાત ગઈ છે વંઠી (૨)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy