STORYMIRROR

અજય પરમાર "જાની"

Tragedy Others

3  

અજય પરમાર "જાની"

Tragedy Others

દીકરો આવ્યો

દીકરો આવ્યો

1 min
250

આંખો રાહ જોતા થાકી હતી જે,

આજે એને ટાઢક મળી કેમકે આજે 'દીકરો' ઘરે આવ્યો હતો !


આવી હતી કોઈ બિમારી શહેરમાં જેથી એનો દીકરો ઘરે આવ્યો હતો !

વર્ષો થી બોલાવતા માં-બાપ માટે એને સમય કયાં હતો ?

આ તો ભયથી ભાગ્યો છે ગામડે !


સ્નેહથી બોલાવતા માં-બાપ,

ત્યારે એક કલાકનો પણ સમય નતો !

ને આજે દિવસો ગાળવા આવ્યો છે ગામડે !


'વાઈરસ' શું છે એ મા-બાપ ને નથી ખબર..

એ તો આપે છે આશીષ એ 'વાઈરસ' ને પણ,

જેના લીધે એનો દીકરો ઘરે આવ્યો છે !


કરચલીઓ પડેલા ચહેરા પર આજે થોડી આવી ખીલાશ,

ઝાંખી પડેલી આંખોમાં આવ્યું નવું તેજ !


ઓછું સંભળાતા કાનમાં દીકરાના એ અવાજે કર્યો થોડો રણકાર,

મોતની રાહ જોઈ રહેલા એ માં-બાપ માટે જીવવાનો ઉમંગ લઈને આવ્યો છે આ 'વાઈરસ' !

કેમકે એનો દીકરો ઘરે આવ્યો છે..!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy