STORYMIRROR

અજય પરમાર "જાની"

Fantasy Inspirational

4  

અજય પરમાર "જાની"

Fantasy Inspirational

અંત

અંત

1 min
321

અંત કઈ વાતનો !

જે શરૂઆત નથી થઈ એ વાતનો કે ?

જે શરૂ થવા જઈ રહ્યું છે એ વાત નો?

અંત કઈ વાતનો ?


પહેલા એ એક શાબ્દિક મુલાકાતથી થયેલી વાતનો ?

કે શબ્દોમાં ને શબ્દોમાં તૂટતાં સંબંધનો ?

અંત કઈ વાતનો ?


ક્ષિતિજની પેલી પાર રાહ જોતા તમે થાક્યા એનો ?

કે આ પાર રોજ નવી સવારની રાહ જોતા અમે ?

અંત કઈ વાતનો ?


અંત કઈ વાતનો આતુરતાનો કે ?

નવી ઊભી થતી લાગણીઓનો ?

અંત કઈ વાતનો ?


આટલેથી લખી ને વાત પડતી મૂકીએ એ વાતનો ?

કે કાલે ફરી કંઇક નવું લખવું એ વાતનો ?

અંત કઈ વાતનો ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy