STORYMIRROR

SHEFALI SHAH

Fantasy

4  

SHEFALI SHAH

Fantasy

પ્રભુને કાગળ લખ

પ્રભુને કાગળ લખ

1 min
357

આજ પ્રભુને એક કાગળ લખ,

એમાં સુખ દુઃખને આગળ લખ,


આંસુમાં બોળેલી ઝાકળ લખ,

થોડી તારા મનની અટકળ લખ,


તારા અસ્તિત્વના કારણ લખ, જીવનમાં આવતા મારણ લખ,


તારી અભિલાષાના તારણ લખ,

તારી જિજ્ઞાસાના ઉદાહરણ લખ,


મનના અગણિત પ્રશ્નોનું નામું લખ,

એકાદ તો નામજોગ કારનામું લખ,


બધુ પતે એટલે એક સરનામું લખ,

લે લખાવું: તારું પોતાનું મન.. લખ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy