આતો કેવો જાદુ...
આતો કેવો જાદુ...
આતો કેવો જાદુ પાથર્યો છે મહેફિલમાં,
કે નજર તમારા ઉપરથી ખસતી નથી.
ક્ષણ બે ક્ષણ હટાવી પણ લઈએ,
તોય દિલમાંથી ખસે એવી તમારી હસ્તી નથી.
નખરાળા નેણ ને ઉપરથી આંજેલ સુરમો,
કામણ કંઈ એમ ઓછા પાથરતી નથી ?
તોય ગુલાબી ગાલના ઓજસ પાથરીને,
અદા તમારી અમને જરાય બક્ષતી નથી.
પરવાળા સા હોઢ ને રહસ્ય મઢ્યું સ્મિત,
લાલી તમારા હોઠની કોઈને ગાંઠતી નથી.
અટખેલિયા કરતી ઊડતી લટો તમારી,
અમારી નજરને બીજે ટકવા દેતી નથી.
રોનક હશો ભલે તમે હરેક મહેફિલના,
અમારી વિસાત પણ ઓછી અંકાતી નથી.
માણીતો જુવો થોડો અમારો સહવાસ,
એમ તો અમારી હસ્તી પણ વિસરાતી નથી.