તારામાં વસી
તારામાં વસી


તારામાં વસી મારે તો શ્વસ્વું છે,
એકરૂપ થઈ એવું તારામાં ભળવું છે.
શબ્દોનો સથવારો ભલે ના મળે,
તારા મૌનને મારે હવે કળવું છે.
અધર પર સ્મિત બની વસવું છે,
તારી ખુશીનું એક કારણ બનવું છે.
જીવનમાં આવતા તડકા છાંયામાં,
તારો આધાર બની પડખે રહેવું છે.
ઇતિહાસ બને એવી ઈચ્છા નથી,
પ્રણયને ઊંચે લઈ જવા કાંઈ કરવું છે.