તારા બની
તારા બની


શોભા વધારવી છે તારી માંગનો ટીકો બની, આબરૂ જાળવવી છે તારી નથણી બની.
ચમકવું છે બીંદીની જેમ તારી કિસ્મત બની, બચાવવો છે બધી બલાથી તને કાજલ બની.
ખનકાવી છે તારી જિંદગી તારા કંગન બની, ઝણકાર લાવવો છે એમાં જીવંત ઝાંઝર બની.
ગુલાબી શમણાં સજાવવા છે, તારી લાલી બની, હૃદય પર રાજ કરવું છે તારા ગળાનો હાર બની.
વસવું છે ધડકનમાં તારી અવિરત શ્વાસ બની, જીવવું છે તારામાં તારો ખૂબસૂરત ખ્યાલ બની.