Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SHEFALI SHAH

Inspirational

3  

SHEFALI SHAH

Inspirational

એક સૈનિક...

એક સૈનિક...

1 min
498


હદયમાં વતનની માટીની સુગંધ ભરી જીવું છું,

સઘળી ઈચ્છા મારી વતન માટે કુરબાન કરી જીવું છું.


ઠંડી, તાપ, વરસાદ કે કોઈ પણ પરિસ્થિતિ આવે,

મારી ફરજને જ સર્વોચ્ચ સ્થાન આપી હું જીવું છું.


મહિનાઓ થાય કે થાય વર્ષો પરિવારને જોયા વિના,

મીઠી યાદોના સહારે ફરજના સન્માન માટે જીવું છું.


દેશની સુરક્ષા ને અખંડિતતા જ છે જીવનમંત્ર મારો,

એ જ ધ્યેય પૂરું કરવા રાત દિવસ એક કરી હું જીવું છું.


આમ તો એક અદનો સૈનિક જ છું મા ભોમનો ખાલી,

પણ વતનના એક એક નાગરિકના વિશ્વાસ માટે જીવું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational