STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Tragedy Others

3  

Jaya. jani. Talaja."jiya"

Tragedy Others

મોત

મોત

1 min
302

શરૂ થઈ લડાઈ

જિંદગીને મોતની. 

જિંદગી હારીને,

જીત થઈ મોતની. 


કાળો કેર એવો વરસાદ આવ્યો.

શહેર, શહેર કર્યો લાશનો ઢેર. 

જિંદગી હારી ને, 

જીત થઈ મોતની. 


ઊભું કર્યું સ્મશાન

ક્ષણમાં, પલમાં,

ને જિંદગી ડૂસકાં, 

ભરતી રહી ગઈ,

જિંદગી હારી ને, 

જીત થઈ મોતની.      


કામ ન આવ્યું, 

દવા દુઆ ને સેવા.   

ખાખી કોટ સફેદ કોટ ને, 

ભગવાધારીની-

મહેનત વિફળ ગઈ.    

ને જોતા રહ્યા મોતનો તાંડવ.

જિંદગી હારી ને, 

જીત થઈ મોતની. 


જિંદગીને બચાવવાની, 

કમી ક્યાં હતી. 

મહેનત કશે દિલોજાનથી, 

મહેનત કરી.

અંતે જિંદગી હારી ને, 

જીત થઈ મોતની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy