છેતરામણો આઘાત
છેતરામણો આઘાત
જરાક સરખી લાગી ઠેસ ને ફરી સળવળ્યો એ આઘાત,
સફાળો ઉભો થયો એ દબાવીને રાખેલો એ આઘાત.
પોતાનાંએ આપેલાં કેટલાય ઘાને આપી મ્હાત,
પડતાં પર પાટું મારી ગયો એ આઘાત.
નક્કી કર્યું હતું કે નહીં યાદ કરું એ રાત,
પણ કેમે કરી વિસરાતો નથી એ આઘાત.
ગણવા ગઈ હું તો લાગણીઓની જાત,
છેતરાઈ એમાં ને જાત બતાવી ગયો એ આઘાત.
કેટલાય પ્રયત્નો કરી ના આપી હું શકી પ્રત્યાઘાત,
ડૂમો રુદનનો કાયમ માટે છાતીમાં ધરબીને ગયો આ આઘાત.
