જીવનદીપ
જીવનદીપ
આવેલ પેપર કોરું ધાકોર રહી ગયું,
મનનું હતું તે મનમાં જ રહી ગયું,
થોડું લખ્યું ને ઘણું છોડ્યું,
ગમતું હતું તે લખવાનું રહી ગયું.
કેટલુંય મેળવ્યું, તોયે ઘણું છૂટી ગયું,
અકથ્ય વેદનાઓના વહેણમાં,
જાણે હું નવશીખ્યો તરવૈયો,
ઘટતી બધી ઘટનાઓની 'મઝધાર'માં,
જાણે મૌન હવે જીવાઈ ગયું.
હજી તો કંઈ કરવાનું વિચાર્યું, જીવનમાં ને,
જીવનદીપ ઓલવાઈ ગયો.pk.
