સ્વપ્નોની દુનિયા...
સ્વપ્નોની દુનિયા...


સ્વપ્નોની દુનિયાનો આધાર લઈ બેઠાં છીએ,
લાગણીઓનો મનપસંદ આકાર લઈ બેઠાં છીએ,
હકીકત તો જુદી જ નીવડે છે હરપળ,
પણ હૃદયમાં આશાઓ અનરાધાર લઈ બેઠાં છીએ,
ખંજર સમી વેધક અવસ્થામાં,
જિંદગીનો સાર લઈ બેઠાં છીએ..
દર્દ અનેરા અમે પણ ધારદાર લઈ બેઠાં છીએ,
દિલની વેદનાનો અસરદાર ઉપચાર લઈ બેઠાં છીએ...
દર્દ જીવનનાં અમે અંગીકાર કર્યાં છે,
સ્મિતના આશરે અમે જીવનની સવાર લઈ બેઠાં છીએ,
આથમે તો આથમે સૂર્ય જીવનનો,
અમે પણ પ્રેમનો પ્રકાશ લઈ બેઠાં છીએ.