બંસરીના નાદે
બંસરીના નાદે

1 min

448
વન ઉપવન જાણે કે કોર્યાં તારી બંસરીના નાદે.
પશુપંખી, મનુજ મન મોહ્યાં તારી બંસરીના નાદે.
દૂધ ધેનુંના આપોઆપ શિવલિંગે થયાં અભિષેક,
તે' દિ ભોળાનાથ હરખ્યા તારી બંસરીના નાદે.
રહી ના શાનભાનને ગોપીઓ દોડી ઘરને મેલીને,
રાધાના ઉરે શ્યામ પ્રગટ્યા તારી બંસરીના નાદે.
પ્રાણ ફૂંકયા તે પૂર્ણ પુરુષોતમ કેવાં જળ થંભ્યાં,
વામઅંગ રાધારાણીનાં ફરક્યાં તારી બંસરીના નાદે.
છૂટ્યાં ધ્યાન ૠષિમુનિ જોગીજતિને સાધકતણાં,
સુણી મોરલી એ પણ મરક્યાં તારી બંસરીના નાદે.