Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anami D

Fantasy

4.0  

Anami D

Fantasy

મન તો કહે છે

મન તો કહે છે

1 min
475


આપું છું દિલને દિલાસા કે એ આવશે,

નહીં જામે જાજમ મથુરાની એ આવશે,


હશે ચારેકોર અજવાળા અજવાળા,

ઊંઘ નહીં આવે જો રાત્રે એ આવશે,


સિતાર ઢોલક ને બીજાં વાજિન્ત્રો અનેક,

તલપ લાગશે હોઠને વાંસળીની એ આવશે,


રાજા મહારાજા કહી ને નમતું સૌ કોઈ,

માખણચોર કહ્યાનું સાંભરશે એ આવશે,


હાથી ઘોડા કેરા રૂડા રથડાઓ હજાર ગણા,

દેખાય ક્યાક ગાય સંગ ગોવાળ એ આવશે,


મોંઘા મહેલોનો રાજા મારો મોંઘેરો માધવ,

રેઢા પડશે ધૂળ ઢેફા ગોકુળના એ આવશે,


ફાગણિયા રંગ ફેલાશે કેસુડા લહેરાશે,

રાધા રૂપી રંગ નહીં દેખાય એ આવશે,


હું જાણું છું નહીં આવે પાછો એ કાનુડો,

પણ મનને શું મન તો કહે છે એ આવશે !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy