સત્ય
સત્ય


કયાંક તૂટેલો, કયાંક હારેલો,
"સત્ય"નો પ્રવાસ જોયો છે,
લથડતો લથડતો કયાંક પાંગળો,
ને હતાશ જોયો છે.
કયાંક સત્યનો કરમાયેલો,
પ્રતિસાદ જોયો છે,
કયાંક હારીને બેઠેલો,
ઉદાસ જોયો છે.
ભલે હંફાવે જુઠાણો જેટલો,
અંતે તો સત્ય નો જ રાજ જોયો છે,
ભલે મોડો મોડો પણ,
"સત્ય"નોજ ઉજાશ ચારેકોર જોયો છે.