Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy

આવ તું

આવ તું

1 min
391


સ્વપ્નમાં મખમલી પીંછાનો હળવો સ્પર્શ બની આવ તું,
ગહેરી નિંદ્રામાં રેશમી બિછાનાનો ઉત્કર્ષ બની આવ તું !

દિવસની દર્દભરી આપાધાપીના અસહ્ય થાક પછી,
તું પલકોની પાછળ આરામનો નિષ્કર્ષ બની આવ તું !

એક અગમ્ય અગોચરમાં ખેંચીને ભૂલાવી સઘળું દ્રશ્ય,
ઊંઘમાં અદ્રશ્ય દુનિયાનો અનોખો અર્થ બની આવ તું !

બહુમૂલ્ય બગાસા ને બેય ઘેરાતી આંખો પછીની દશામાં,
ખુદના અનુભવ પછી મારા ખાલીપામાં હર્ષ બની આવ તું !

મારા "પરમ" સ્વપ્નોની દુનિયામાંથી છટકીને એકવાર,
મને "પાગલ" કરી દે એવો હકીકતમાં પ્રહર્ષ બની આવ તું !



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy