પાનખર
પાનખર
સંવેદનાઓની પણ પાનખર હોવી જોઈએ,
જેમ કે શિયાળો, ઉનાળો, ચોમાસું તેમજ,
સંવેદનાઓની પણ પાનખર હોવી જોઈએ !
જૂની પીળી, લાલચોળ, કાળી લાગણીઓ ખરી પડે,
અને
નવી તાજી લાગણીઓનું અંકુરણ થાય,
જૂનાં દુઃખ, વેર, ઈર્ષ્યા, અહંકાર તૂટીને ખરી પડે,
અને નવી કૂણી કૂણી લાગણીઓ જન્મે.
પ્રેમ, કરૂણા, આદર અને હકારાત્મકતાની કૂંપળો હૃદયમાં ફૂટી નીકળે,
બધું જ લીલું બધું જ સુંદર, રમણીય અને નિર્દોષ,
જેમ વૃક્ષ જૂનું ત્યજે એમ માનવી પણ માફ કરી કે માફી માંગી આગળ વધે તો કેટલું સરસ?
એટલે જ
વર્ષે એક વાર સંવેદના...
