STORYMIRROR

Mansi Shethji Sonik

Drama

3  

Mansi Shethji Sonik

Drama

છાપાંવાળો

છાપાંવાળો

1 min
355

છાપાંવાળો છોકરો દીઠો

સીટી વગાડતો,

અલમસ્ત એકદમ મનમોજી- છાપું નાખતો જાય

ટૂંકું પાટલૂન, પગમાં સ્લીપર

અને માથા પર?


કેટકેટલાંય કૌભાંડો,

ગંદી રાજનીતિ,

બળાત્કાર,

મોંઘવારી,

કતલ અને લૂંટફાટ…

અનેક ચિંતાઓનો ઢગલો,

થપ્પીઓની થપ્પીઓનો ભાર, 

માથે લઇ નિશ્ચિંત ફરે,


પણ એ...

એ તો બેફામ હસમુખો નિશ્ચિંત,

છાપું નાખતો જાય,

જાણે ભાર ઓછો કરતો ન હોય..

 છાપાવાળો… છાપાવાળો !


Rate this content
Log in

Similar gujarati poem from Drama