STORYMIRROR

Mansi Shethji Sonik

Tragedy Fantasy Thriller

4  

Mansi Shethji Sonik

Tragedy Fantasy Thriller

છાપું ખોલ્યું

છાપું ખોલ્યું

1 min
511


છાપું ખોલ્યું

પાનાં ફેરવ્યાં અને ટપોટપ બાળકો છાપામાંથી પડ્યાં,

કેટલાં સિરિયાનાં હતાં

 તો

કેટલાં સોમાલિયાનાં,

થોડાક બાળકો 

આપણા નજીકનાં જ હતાં

કોલકત્તાનાં.


સીરિયાનાં બાળકો લોહીલુહાણ, બેશુદ્ધ, 

મોતનાં મુખમાં ગભરાયેલાં હતાં,

આક્રંદ અને રુદન ચોમેર,

આકુળવ્યાકુળ નાની આંખો,

મા-બાપને શોધે

શબોનાં ઢગલામાંથી,

કાનમાં બસ ચીસો અને

એક તીક્ષ્ણ સૂનકાર,

બોમ્બના અવાજોને લીધે.


નાની છોકરી એની ઢીંગલી શોધતી હતી

કારણ મા-બાપ તો છે જ ને- એને એવો ભાસ હતો...                 

સોમાલિયાનું બાળક બાજુનાં પાનાં પરની જાહેરાતમાંથી કંઈક ખાવાનું ચોરી નાસી રહ્યું હતું.

લાબું ભાગી ન શક્યું,

અશક્ત શરીર કૂપોષણની ચાડી ખાતું હતું,

મોટા શેઠને ત્યાંના લગનના એંઠવાડ સુધી પણન પહોંચી શક્યું, 

વલખાં મારતું હતું અંત સમયે…  

        

કોલકત્તાનું બાળક શરમનું માર્યું મોઢું ઢાંકતું હતું.

કારણ તવંગર ઘરનાં મોભી છોકરાઓ એમનાં પર કુકર્મ આચરતાં.

રોજે નિશાળ જવાનાં બહાને ઘરથી નીકળી હવસનાં શોખ પૂરાં કરતાં,

આ ગરીબ નિસહાય બાળકો પર.

 

સહન ન થયું,

એક ડૂસકું અને છાપું બંધ કરી દીધું.

પસ્તી માટે પણ ન રાખ્યું.

બસ ફેંકી દીધું સીધું બારીની બહાર.

ઘરમાં હજી લોહીનાં ટીપાં, લાશોનાં ઢગલાં અને અસહાય બાળકોની આંખો રહી ગઈ છે...

શું કરું????


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy