Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mansi Shethji Sonik

Children Stories Tragedy

3  

Mansi Shethji Sonik

Children Stories Tragedy

બાને સવાલ

બાને સવાલ

1 min
168


બા મને પ્રશ્નો પુછતાં કેમ ન શીખવાડ્યું ?

મારા બાળસહજ કુતુહલવશ મનને 

સહુએ આમ કેમ ગૂંગળાવ્યું ?


એ તો એમ જ ચાલે ! એવું કેમ સમજાવ્યું ?

નવા સવાલો પૂછવાથી હદયને કેમ ગભરાવ્યું ?

બા મને પ્રશ્નો પુછાતાં કેમ ન શીખવાડ્યું?

 

એક નવા વિચારનું જીવન આમ  કેમ ટૂંકાવ્યું ?

નાનું બાળક પ્રશ્નો પૂછતાં આજે કેમ શરમાયું ?

વિદ્રોહી કહી કલ્પનાનું આપણે ખૂન કેમ કરાવ્યું ?

બા મને પ્રશ્નો પુછતાં કેમ ન શીખવાડ્યું ?

 

હરેક સવાલ એક નવી ક્રાંતિ લાવે,

દરેક સવાલનો જવાબ મનને શાંતિ આપે,

દરેક સવાલ એક મશાલ બને,

ઉગતા સૂર્યનો પ્રકાશ બને,

 

આ પ્રકાશનાં પૂંજ સામે શૂન્યાવકાશ કોણે સરજાવ્યું ?

બા મને પ્રશ્નો પુછતાં કેમ ન શીખવાડ્યું ?


Rate this content
Log in