STORYMIRROR

Hiral Pathak Mehta

Tragedy

3  

Hiral Pathak Mehta

Tragedy

શ્રમિક

શ્રમિક

1 min
230

તડકો હોય કે છાંયડો,

વરસાદ હોય કે વાવાઝોડું,

અમારું કોણ ?

આ રસ્તા અને ઓટલા જ.


રોજ઼ચાળો ફેલાય કે વરસે હોનારત,

મહામારી આવે કે આવે પૂર..

અમારું કોણ ?

આ ધરતી અને આ આકાશ જ.


નવી શોધ થાય કે આવે નવી યોજનાઓ,

લાગુ પડે નવા નિયમો અને કેટલાય ફાયદાઓ,

અમારું કોણ ?

આ દેશ કે પેલો દેશ ?

સરકાર ગમે તે આવે,

અમારું કોણ ?


આજ માથે પોટલાં અને પગ ખુલ્લા,

આજ ધરતી આજ આકાશ,

આજ રસ્તા અને આજ ઓટલા

અમારું કોણ ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy