Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Patel

Tragedy

3  

Neha Patel

Tragedy

આજનું શિક્ષણ !

આજનું શિક્ષણ !

1 min
239


બદલાવ, બદલાવ, બદલાવ, આવ્યો બદલાવ આજ,

વધ્યો શિક્ષણનો વ્યાપ અને થયો બદલાવ આજ. 


અરે ! ભૂલાઈ પેન-પાટી-પેન્સિલ ભણતરમાં આજ,

આવ્યું મઝાનું ટેબલેટ વિદ્યાર્થીના હાથમાં આજ !

બદલાવ, બદલાવ, ........


અટવાયું ક્યાંક ચોક-પાટિયું-ડસ્ટર શાળામાં આજ,

છવાાયો સ્માર્ટ બોર્ડનો જાદુ શાળામાં આજ ! 

બદલાવ, બદલાવ,.........


ભૂલાયા ગણવાનાંં આંગળીના વેઢાઓ આજ,

ચલાવી કેલ્ક્યુલેટર થઈ ઝડપી ગણતરી આજ !

બદલાવ, બદલાવ,.........


સીમાઓ તૂટી આ વર્ગખંડ શિક્ષણની આજ,

વિસ્તર્યુું દુનિયાના ખૂણેખૂણે ઓનલાઈન શિક્ષણ આજ !               

 બદલાવ, બદલાવ,.......


ખોવાઈ શિક્ષકની મહત્તા - પ્રભૂતા આજ, 

ગૂગલે જમાવ્યું માર્ગદર્શક સ્થાન આજ ! 

 બદલાવ, બદલાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy