ઊગતા હરેક પૂજે અહીં
ઊગતા હરેક પૂજે અહીં
ડૂબતા ને કોણ પૂજે અહીં,
ઊગતા ને હરેક પૂજે અહીં !
ચાલતાં ચાલતાં પડી જાઓ
તો હાથ કોઈ ન ઝાલે અહીં !
કરવો કોનો વિશ્વાસ જગમાં,
પંડના જાણ્યા દગો કરે અહીં !
ગુનો કર્યો જગ જાણે, ગુન્હો,
શીદને કર્યો કોઈ ન પૂછે અહીં !
જુઠ્ઠાઓ જલસા કરી જીવે ને
સાચા મરવા વાંકે જીવે અહીં !
