યાચના
યાચના


પ્રભુ હોઉં ભલે હું આસમાને
પગ રાખું મારા હંમેશા ધરા પર
અનેક સિદ્ધિઓ ભલે કરું સર
ક્યારેય ન લાવુ મનમાં અહંકાર
આપું તો તમામને માત્ર પ્રેમ આપું
નફરત ન આપું કોઈને રે
ઉપકાર ક્યારેય કોઈના ના ભૂલું
ના કરું અપકાર કોઈના પર
અનેક સિદ્ધિઓ ભલે કરું સર
ક્યારેય ન લાવું મનમાં અહંકાર
બસ પ્રભુ આટલી કરજે કૃપા
બનું હું માત્ર ને માત્ર પ્રેમ સ્વરૂપા.