STORYMIRROR

Zala Rami

Others

3  

Zala Rami

Others

સુગંધ માતૃભાષાની

સુગંધ માતૃભાષાની

1 min
117

મને વ્હાલી લાગે રે, પ્રાણોથી પ્યારી લાગે રે,

સુગંધ મારી માતૃભાષાની,


મહેક મહેક થાય જ્યાં ઉમદા વ્યક્તિત્વ, 

સદગુણોની સુવાસ ફેલાવતી જાય,

મને વ્હાલી લાગે રે, પ્રાણોથી પ્યારી લાગે રે

સુગંધ મારી માતૃભાષાની.


ગોખાયેલું બોલી અંગ્રેજી રોફ બીજા ભલે જમાવતા, 

હ્રદયથી બોલી ગુજરાતી અમે ગરબે ઘૂમતાને ઘુમાવતા,

અંગ્રેજી ભલે ભૂલી જવાય, 

માતૃભાષામાં કદી પાછું ન પડાય.

 

પહેલાં ધોરણથી અક્ષયપાત્ર મુકાય, 

બાળકોને અનુકંપાનાં પાઠ ભણાવાય, 

રામહાટ ને ખોયા પાયા રોજ વપરાય, 

સત્ય પ્રમાણિકતાના પાઠ ભણાવાય,

એવી માતૃભાષાની સુવાસ ના કદી ભૂલાય.


આજે લાગ્યું છે અંગ્રેજી માધ્યમનું ઘેલું, 

પણ માતૃભાષાની મહેક નાં પાછી ઠેલું, 

મને વ્હાલી લાગે રે, પ્રાણોથી પ્યારી લાગે રે

સુગંધ મારી માતૃભાષાની.


સદગુણોની સુવાસ પ્રસરાવી જાય,

શિક્ષણ જો માતૃભાષામાં અપાય,

અંગ્રેજી એક ભાષા તરીકે શીખાય, 

માતૃભાષાની મહેક ન મુકાય .


પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ અપાય, 

તમામ ફૂલોની મહેક લાગે વ્હાલી વ્હાલી,

ફૂલોની જેમ જીવતા શીખવી જાય, 

સંઘર્ષ વચ્ચે સુખ વહેંચતા શીખવી જાય.

 

માતૃભાષા મારી વ્હાલી વ્હાલી,

મને વ્હાલી લાગે રે, પ્રાણોથી પ્યારી લાગે રે,

સુગંધ મારી માતૃભાષાની.


Rate this content
Log in