નાહક
નાહક


રાખી ને બેઠો હતો એક અપેક્ષા, નાહક,
તમે લીધી હતી મારી કેટલી પરીક્ષા, નાહક,
કરીને પ્રેમ તમને નથી પસ્તાયો હું હજુ પણ,
છતાં કરે છે હૃદય એ જ સમીક્ષા, નાહક,
માન્યું નહીં તમે કશું, ના થયાં એક ના બે,
રહી ગઈ ધરીની બહાર એ કક્ષા, નાહક,
હતો વ્હેમ મારો કે હતો એ વિશ્વાસ મને,
તમે કરી રહ્યા લાગણીની ઉપેક્ષા, નાહક,
મળતું તો નથી કશું અહીં નસીબથી વધુ,
યાચક થઈ ને માંગતો રહ્યો ભિક્ષા, નાહક.