સહી ગયા
સહી ગયા
સમયના લાગ્યા ઘાવ સઘળા અમે સહી ગયા
ભૂતકાળને વાગોળવાનું હવે અમે ભૂલી ગયા,
પામવા જે મંઝિલ પાગલ સમ દૌડ્યા હતા
મુખ સમક્ષ આવી ઊભી એને અમે છોડી ગયા,
બોલકા રસ્તોઓ સંગ યારી નિભાવતા શાનથી
ચિત્ત પરીચીત રસ્તાના અબોલા અમે જીરવી ગયા,
હૈયાના હલેસે ખેડવો છે જીવતરનો દરિયો
પરવાળાના થતા સંઘર્ષને ત્યાં જ અમે ટાળી ગયા,
ઉજાસ જરૂર પથરાશે એનો સત્યના હશે પૂજક
જૂઠ્ઠાણું ભર્યા જગમાં સાંજ સત્યને આરોગી ગયા.

