હા હું માસ્તર છું
હા હું માસ્તર છું


એમની જિંદગી રંગીન કરવા રોજ લખ્યાં કરું,
મારી જિંદગી કાળા પાટીએ રોજ ઘસ્યા કરું,
મા ના સ્તર સુધી પહોંચવા કરું અવિરત પ્રયાસ,
કરે અસંખ્ય ભૂલ તો ય અવગણના કરું,
આખરે માસ્તર છું ને,
પરિપત્રમાં આટલું જ છે કહીને અટકતી નથી,
બાળકને સાચા પથનું રોજ દર્પણ ધર્યા કરું,
આખરે માસ્તર છું ને,
હું પણ બની જાઉં ક્યારેક બાળક,
ને છેલ્લે શિક્ષક થઈને, થઈ જાઉં અર્પણ,
આખરે માસ્તર છું ને,
એ તો પેન્સિલ રબર ઘસ્યાનો માંડે હિસાબ,
નથી ક્યાંય ગણતરીમાં તો ય ખુદ ને ખર્ચ,
આખરે માસ્તર છું ને,
કાયમ તત્પર બાળકનાં ભાવિ માટે,
બની ગઈ મહેમાન મારા જ ઘરે,
આખરે માસ્તર છું ને,
તો ય દુનિયાના લોકો ઉડાવે હાંસી માસ્તર છે,
બાળકના ભાવિ માટે થઈ જાઉં હું ચૂપ,
આખરે માસ્તર છું ને.