STORYMIRROR

Dipika Makwana

Romance

3  

Dipika Makwana

Romance

તારી વાટ

તારી વાટ

1 min
459

નોકરી ને છોકરી મળી બે ય ભેગી

ને જુદાં થયાં સાજન ને સજની,


ઝરૂખે ઠલવું મારી વિરહ વ્યથા

ઝટ આવો સજનવા મારા,


સોળ સજી શણગાર બેઠી હું ઝરૂખે

મીટ માંડી જોઉં તારી વાટ,


ઝરૂખે આંખ મીંચાય મારી ને

મને શમણે સાજન સાંભરે,


આંખ બંધ કરું તો થાય તારા દર્શન ને

ખોલું આંખ ને ઉભરાય તારી યાદ,


તું ને તારી યાદ ભૂલે ન ભૂલાય

રાત દિવસ સતત મને તારી ઝંખના,


તારી વગરનો ઝરૂખો લાગે કેવો ખાલી,

જાણે બગીચા વગરનો માળી,


ઝરૂખે ઊભી જોઉં તારી વાટ

ઝટ આવો મારા મનડાના મિત

એમ કહે વારંવાર મારા હૃદયના તાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance