STORYMIRROR

Dipika Makwana

Others

3  

Dipika Makwana

Others

કુદરતની કેવી કરામત માટે સ્ત્રી

કુદરતની કેવી કરામત માટે સ્ત્રી

1 min
189

કુદરત તારી કેવી કરામત આ સ્ત્રી

અજાણી જગ્યાએ ઊંઘ ન આવે કોઈ ને

આને તો ઘર આખું ય અજાણ્યું,


દીકરી બને, પત્ની બને, બને કોઈની મા

નિભાવે દરેક સંબંધ વિના કોઈ સ્વાર્થ

ઊઠે ત્યારથી સૂવે ત્યાં સુધી કામ

પળવાર પણ ન આરામ

તો ય મલકાવે સતત સ્મિત

કુદરત તારી કેવી કરામત આ સ્ત્રી,


કાળજાના કટકાને ગળે વળગાડી બાપ

ને અંજળ પૂરા થતા જ સોંપે અજાણે હાથ

નામ બદલે ને બદલે એ તો અટક

આટલું ઓછું હોય એમ બદલાય હકદાર એના

પિતા પાસે જવા ય માંગવી પડે પરવાનગી

કુદરત તારી કેવી કરામત આ સ્ત્રી,


બીજા ના કામ માટે ન જુએ દિન રાત

પણ પોતાના માટે ક્યાં છે એને સમય

કુદરત તારી કેવી કરામત આ સ્ત્રી,


મોતને દરવાજે જઈ આપે પુત્રને જન્મ

તો ય એ તો વંશ વારસ પતિનો

મૂંગા મોઢે કરે બધું ય સહન

કુદરત તારી કેવી કરામત આ સ્ત્રી,


મકાનને બનાવે એ ઘર તો ય એનું ઘર કયું ?

પિયરમાં પારકી ને સાસરિયે પણ પારકી 

જેના વગર ઘર થઈ જાય વેરાન રણ

કુદરત તારી કેવી કરામત આ સ્ત્રી.


Rate this content
Log in