મારી મા
મારી મા
દુનિયાભરનું સુખનું તરફ ને એક તરફ તારો ખોળો મા તો ય અવ્વલ આવે તારો જ ખોળો મા કરતી સાચી ખોટી દરેક જિદ પૂરી ક્યારેય ન કહ્યું કે ખિસ્સું ખાલી કેટલું બધું અઘરું છે પોતાની જરૂરિયાત અવગણીને સંતાનના મોજશોખ પૂરા કરવા સમજાયું છે આજ જ્યારે તારી ઢીંગલી મટી બની હું મા સમજાય તારા મોલ તું તો કેટલી અણમોલ મારી માં તારા ખોળાની આજ ઊણપ વર્તાય કેમ કહું હું મા કેટકેટલી સાસરે આવતી તું દરેક વાતે યાદ મે તો માંગ્યું સુખ નું ટીપું પણ તે તો દરિયો ઠાલવી દીધો સાત ય ભવની ઋણી તારી ભવોભવ બનું હું તારી ઢીંગલી ને તું જ મારી મા એટલી જ કરું અરજ કબૂલ.
