ઓનલાઇન પ્રેમ ના કરશો કદી
ઓનલાઇન પ્રેમ ના કરશો કદી
ફેસ બુક અને ઈન્સ્ટાથી શરૂ થાય આ ઓનલાઇન લવ,
હાઇ હેલ્લોથી શરૂ થાય આ ઓનલાઇન લવ,
મીઠી મીઠી વાતો થાય એકબીજાના વોટસએપ નંબરની આપ લે થાય અને શરૂ થાય ઓનલાઇન લવ,
દિવસ આખો શું કર્યું એની ઝીણી ઝીણી બાબતોની ચર્ચા થાય.
મિત્રમાંથી રીલેશનશીપમાં આવે આમ થઈ જાય છે ઓનલાઇન લવ,
આવો છે અનોખો પ્રેમ, અઢળક મિત્રો સાથે વાતો થાય,
પહેલાં તો એકબીજા વગર ના રહેવાય,
રાતભર વાતો થાય,
મિલન અને મુલાકાતો ગોઠવાય,
હોટેલ અને રિસોર્ટમાં મુલાકાતો ગોઠવાય,
શાદીનાં વચનો એકબીજાને અપાય,
પણ વોટસએપનાં લાસ્ટ સીન જોઈ એકબીજામાં શંકા જાય,
છેલ્લે આ વાત માટે બ્રેક અપ થાય,
ઓનલાઇન લવ ના કરશો કદી,
સમયની બરબાદી ના કરશો કદી,
કોઈ અજાણ્યા પર યકીન ના કરશો કદી,
કારણ વગર જિંદગી બરબાદ ના કરશો કદી.
