બદનામ
બદનામ
પ્રેમનો તંતુ હવે તૂટ્યો છે મારો,
પ્રિયતમાએ સાથ છોડ્યો છે મારો,
જીવી રહ્યો છું વેરાન જિંદગી હું,
બદનામ કર્યો છે તેણે પ્રેમ મારો,
સુખ દુઃખનો સાથી બન્યો હું તેનો,
ગાતો હતો પ્રેમનો તરાનો હું તેનો,
પ્રેમનો તરાનો મારો બેસૂરો કરીને,
બદનામ કર્યો છે તેણે પ્રેમ મારો,
દિલથી ખૂબ પ્રેમ કરતો હતો હું તેને,
પ્રેમથી દિલમાં વસાવી હતી મેં તેને,
છળ કપટનો હાથો બનાવી મુજને,
બદનામ કર્યો છે તેણે પ્રેમ મારો,
તડપી રહ્યો છું હું નફરતની આગથી,
છૂપાવું છું મુખ મારૂં દુનિયાના ડરથી,
પ્રેમને બદલે બેવફાઈ કરીને "મુરલી",
બદનામ કર્યો છે તેણે પ્રેમ મારો.

