પરિવાર
પરિવાર
જોઈ હતી ખરી સુંદરતા દાદીના ચહેરાની કરચલીઓમાં,
બાપુજી આપ તો સુંદર જીવન જીવી અને જીવતા શીખવાડી ગયા.
ચાલ્યાં લાંબે પંથે વગર કરચલીએ.
બાપુજીના ગયા પછી મા ઝૂરતી રહી,
યાદોના વમળમાં પટકાતી રહી,
કરચલી તો એક પડી ન હતી.
બાપુજીના ગયા પછી છાને ખૂણે રડતી રહી બા,
તેને રડતા જોઈ હું પણ રડતી રહી.
હે બા બાપુજી ક્યારેય નહીં આવે પૂછતી રહી,
પૂછતી રહી પણ બા પાસે જવાબ ન હતો એનો.
છાને ખૂણે રડતી રહી બા, દાદીમા આશ્વાસન આપતાં રહ્યાં,
પણ કંકુનો ચાંદલો વિખેરાઈ ગયા પછી બા રડતી રહી.
કરચલીવાળા હાથે દાદીમા બધાના આંસુ લૂછતાં રહ્યાં,
તોયે આંસુ ખૂટતાં ન હતાં.
