કેમ તમે વહી ગયા
કેમ તમે વહી ગયા
આમ મને મઝધારે મૂકી કેમ તમે વહી ગયા ?
હૈયાનું રુદન આંખે આવ્યું વર્ષા બની વહી ગયા,
સાથી નહીં સંગાથી બનાવ્યો હાથ પકડી આમ છોડી ગયા,
તારી પલકોએ સજાવી આજ મારી આંખે ઓઝલ થઈ ગયા,
જીવનને પણ જીતશું સાથે કહી એકલી મૂકી હરાવી ગયા,
કોખે બાળક હાથે બાળા છે, તમારી તેમને પણ વિસરી ગયા,
ખોળ સાત જન્મોના બાંધ્યા તમે આ જન્મે જ છોડી ગયો,
અધિકાર નથી તમને છોડવાનો મુજને તમે કયાં હકથી છોડી ગયો,
જવાબદારી ચિંતા મુજને સોંપીને તમે કેમ એ જવાબદારી ભૂલી ગયો,
તમારી ચિતા ચિંતા આજ થઈ મારા હૈયાની તમે એ ચિતાએ બળી ગયો,
આમ મને મઝધારે મૂકી કેમ તમે રહી ગયો..... આ મને મઝધારે મૂકી...?

