સમજણનાં તાળું ને ચાવી
સમજણનાં તાળું ને ચાવી
ધીરે-ધીરે એવું મનમાં કંઈક સમજાય છે કે,
તાળું આ સમયે ગુપચુપ કોણ મારી જાય છે ?
ચાવીથી ઘણું કોણ લૂટતું જાય છે ?
કરીએ જ્યારે દિલની વાતો આપણા જાણીએ સ્વજનોને,
તાળુ બની ચૂપ કેમ થઈ જાય છે ?
ચાવી બની ગુમ કેમ થઈ જાય છે ?
શ્વાસથી ય નિકટ હાલપર્યત્ત એ,
આંખોને તાળુ મારી કોણ જાય છે ?
ચાવીની જેમ ઓઝલ કોણ થઈ જાય છે ?
તૂટતા ફૂટતા ઘરો છે,
શ્રાપનું તાળું કોણ મારી જાય છે ?
ચાવી પણ કોણ જાણે કોણ લઈ જાય છે ?
લીલાછમ માણસો રણ થતા જાય છે,
લાજને હળવાશથી કોણ તાળું મારી જાય છે ?
સમજણની ચાવી કોણ લઈ જાય છે ?
વડીલો સાવ સાચું જ કહે છે કે,
સમજણ એ શબ્દોનું તાળું જે છે,
માત્ર મૌનની ચાવીએજ ખોલી શકાય છે.
