STORYMIRROR

shital Pachchigar

Drama Romance Fantasy

4  

shital Pachchigar

Drama Romance Fantasy

ફરી મુલાકાત થઈ

ફરી મુલાકાત થઈ

1 min
219

પચ્ચીસ વર્ષના લગ્નજીવનની આજે ફરી પાછી શરૂઆત થઈ, 

મારા મનના માણીગર સાથે આજે મારી ફરી મુલાકાત થઈ, 

નિદ્રાધીન થઈ જોયાતાં જે સપનાં નરી આંખે જોઈને અંજાઈ ગઈ, 

મારા મનના માણીગર સાથે આજે મારી ફરી મુલાકાત થઈ, 

કોઈ દિ ન જોતા મુજને ઊંચી નજરો, એજ આજે તાકી રહી,

મારા મનના માણીગર સાથે આજે મારી ફરી મુલાકાત થઈ, 

બધા સામે ન ફરકે જે પાસે એજ હાથ પકડીને રજૂઆત થઈ, 

મારા મનના માણીગર સાથે આજે મારી ફરી મુલાકાત થઈ, 

સાંભળવા હતા જે શબ્દ મુજને એ શબ્દોની પણ રજૂઆત થઈ, 

મારા મનના માણીગર સાથે આજે મારી ફરી મુલાકાત થઈ, 

જીવન છે નાનું સમયે ઓછો એ વાત એને પણ સમજાઈ ગઈ, 

મારા મનના માણીગર સાથે આજે મારી ફરી મુલાકાત થઈ, 

કહ્યુ એણે પણ જીવનમાં માગી હતી જે એજ માણીગર તું થઈ, 

મારા મનના માણીગર સાથે આજે મારી ફરી મુલાકાત થઈ......!

Rate this content
Log in

Similar gujarati poem from Drama