મનમોહક સ્મિત
મનમોહક સ્મિત
એક નમતી સાંજે, ટહેલવાને હું નીકળી,
અચાનક જોઈ મને એ નજર નીચી કરી ગયા,
જોઈને મેં જાણે, મુખ પર હલકું સ્મિત એવું વેર્યું,
કે મલકાતી જોવામાં મને, એ બધુ ભૂલી ગયા,
જાણે કે મેં એમનું સઘળું લૂંટી લીધું હોય,
સ્મિત વહાવીને જિંદગી એ મને આપી ગયા,
ઝરમરી, ઝીલમિલાતી આવી હતી એ સાંજ,
ને વ્યાકુળ હતા મરવાને જાણે, મને જોઈ મરી ગયા,
કહ્યું મેં એમને, તમે તો જાણે વહેતી શીતળ જળધારા,
એના પર એ મનમોહક સ્મિત કરી મારું મન મોહી ગયા,
ઓચિંતા આઘાતની લાગણી મને આપી ગયા,
ઘાતની એ તક કુંડળીની પાસે માંગી ગયા,
મારા પ્રત્યેક પ્રહારનો પ્રત્યાઘાત થઈ આવી છે તું,
એવું કહી, એ મનમોહક સ્મિત આપી મન મારું ફરી મોહી ગયા !

