STORYMIRROR

shital Pachchigar

Tragedy

4  

shital Pachchigar

Tragedy

ચિંતાઓ ચિતા સમાન

ચિંતાઓ ચિતા સમાન

1 min
362

આજે નથી તું પણ અહેસાસ છે તારો, 

મારા આ શ્વાસમાં શ્વાસ છે તારો,


ઊંધતો નથી પણ સૂતો છે સામે,

ને ઉઠાડું છું તોય ઊઠતો નથી, 


રોજની ચા આજે વહેલી મૂકી છે,

તોય તું પીવાની ઉતાવળ કરતો નથી,


એવો તો તું આજે કેવો રીસાયો છે કે, 

હું ક્યારની મનાવું તો પણ માનતો નથી, 


બાથમાં ભરું હું સૌ લજ્જા ત્યજીને,

 તોય તું મને બાથમાં કેમ લેતો નથી,


સૌ કહે છે આજ તે મને છોડી,

પણ શા માટે છોડી કોઈ કહેતું નથી,


તું મને છોડી શકે એ હક છે તારો,

પણ હું નૈ છોડું એ અધિકાર છે મારો,


તારી ચિતાએ હું આજ ચિંતામાં બળતી,

મારી આ ચિંતા ચિતા થૈ હૈયે સળગતી,


ચિંતા ને ચિતાનો કેવો આ નાતો,

તું ચિતા એ જાતોને ચિંતા મુજને દૈ જાતો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy