જરૂરી છે
જરૂરી છે
દિવસના અંધારામાં જાગતી રાતો,
આથમતા સૂરજે ઉદભવતી એ રાતો,
આકાશ ને દરિયો સંધ્યાએ ભીંજાઈ રાતો,
ક્ષિતિજે સાથે મળી ભીંજાવાની એ વાતો,
દિવસે શાંતિની પળોએ ઠંડી આહો,
દોડતી ભાગતીએ યાંત્રિક સવારો,
પથારીમાં પડતાં સ્વપ્ના વગરની રાતો,
વિચારીને થતાં જ એ રોજિંદા કાર્યો,
ગઈકાલે આજનું પણ કાર્ય કરી નાખ્યું,
ગઈકાલે મારેલા મનને આજે જગાડયું,
હવે નિરાંતે હીંચકે કોફીના મગ,
સાથી સંગાથે ન મળેલી જે તક,
જીવન જીવવાએ સંભારણા જરૂરી છે,
આજે શાંતિની ક્ષણોને માણવા એ,
વીતેલી કાલ જરૂરી છે...જરૂરી છે.
